તમારી એ યાદો

અત્યાર સુધી જીવ્યા તમારે સહારે તમારી એ યાદોના સહારે જીવશું તમ ગયા પછી ભુલ્યા જીવન જીવતા તમારી એ યાદોમાં પળ પળ મરશું ડૂબ્યા હતા તમારા રૂપના દરિયામાં તમારી એ યાદોના સમંદરમાં તરશું પાંપણ પર ઊંચકી રાખ્યા’તા તમને તમારી એ યાદોને આંખોમાં ભરશું એકલતાની વાત કોઠે પડી છે તમારી એ યાદોના ઉપવનમાં ફરશું માન્યા હતા તમને… Read More »

તારી યાદમાં

મીઠું-મધુરુ મલકાયો તારી યાદમાં આંસુઓથી છલકાયો તારી યાદમાં નહોતુ જવુ ફરી તારી દુનિયામાં અજાણી શક્તિથી સરકાયો તારી યાદમાં ત્રસ્ત થયો હતો સંસારના તાપથી ભર ગ્રીષ્મમાં ભીંજાયો તારી યાદમાં યાદ આવે પણ તુ ન આવે એટલે ભર વસંતમાં સુકાયો તારી યાદમાં કોની હિંમત હતી મને અડકી પણ શકે મરણતોલ ઘવાયો તારી યાદમાં દિવાનાઓના પ્રદેશનો થયો શહેનશાહ… Read More »

તારા વિના

તારા વિના હે સખી કેવું મારૂં જીવન હશે સળગતા રણની વચ્ચે તરસ્યુ એક હરણ હશે સદા બહાર વસંતમાં પર્ણો ખેરવતું વન હશે કે શબ્દોના તાલમેલ વિનાનુ નિરસ કવન હશે કોરમના સંગાથ વિનાનો શુષ્ક પવન હશે અથવા ખંડેરમાં ફેરવાયેલ અનામી ભવન હશે બહારથી ઠરેલ, ભીતરથી જલતી અગન હશે ચોક્કસ ધરતીની રહેમ નજર તરસતુ ગગન હશે

તારા માટે

ખ્વાબોમાં આવીને તને જગાડી જઇશ દિવસે પણ તને સપના દેખાડી જઇશ જિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય તું તારી એક મુસ્કાન માટે દુનિયાથી લડી જઇશ જીવનની ગ્રીષ્મમાં પણ નાચી ઊઠીશ હરણી થૈ ભીના શંખ-છીપલાથી તારો ખોબો ભરી જઇશ તારા જીવનનો મારગ ભલેને હો કાંટાળો પગ ઉપડશે એ પહેલા જ ફૂલો હું વેરી જઇશ એકાંતની પળમાં… Read More »

સ્વપ્નસુંદરી

કેવી હશે એ રૂપની રાણી જોતા જ થઉ હું પાણી પાણી આંખો મિંચુ તો કોઇ એક સ્વજન આંખો ઊઘાડું તો વ્યક્તિ અજાણી લાગશે આંખ ઢળી જાશે લજ્જાથી બેઠો હશે ચંદ્રમા પણ ઘૂમટો તાણી વ્હાલપથી લઇ બાથમાં ચૂમશે જો સખી કહેશે ફૂલો અમારે દિન-રાત ઊજાણી હળું ફૂંક મારશે લ ઇ પાંપણ હથેળીમાં હશે પતંગાની પાંખ આંખમાં… Read More »

સનમ

પરદા પાછળ રહી સઘળું દેખે છે સનમ ગુલાબની આડમાં રહી ખુદ મહેકે છે સનમ હાથતાળી દઇ છટકી જઉ જો કોઇ વાર છેક સપનામાં આવીને મને પકડે છે સનમ શરાબી નથી છતાં એક પછી એક ઊપાડું નશાથી તરબતર જામમાં ઘળકે છે સનમ “હું ચાહું છુ તને, શું તુ ચાહે છે મને?” જવાબમાં બસ મીઠું મધુરુ મલકે… Read More »

સાંભરે છે તુ

કોયલ ટહુકે અને સાંભરે છે તુ ફૂલો મહેકે અને સાંભરે છે તુ શ્રાવણની હાથતાળી રમતી વીજળી ઝબૂકે અને સાંભરે છે તુ લીલીછમ ઘટાનો પાલવ ઓઢીને આવે વસંત અને સાંભરે છે તુ તને ભુલવા કરું છુ હું પ્રયત્નો અનંત અને સાંભરે છે તુ

પુરાવો

મેં તને કહ્યુ હતુ આવ મારી કને તરછોડી દીધો હતો, કે જરા દૂર હટને કેટલા પ્રેમથી લાવ્યો હતો તારા માટે સૌગાત, કહી દીધું કે તારું દીલ છે તારી પાસે રાખને, ભુલથી પણ જો કહ્યુ હોત કે તોડી લાવ ચાંદને, સિતારા સહ ગગન આખું ધર્યુ હોત ચરણે આપને, પરંતુ તારો જ હુકમ હતો કે બોલવું નહી… Read More »

પીછો

તુ હરિયાળી ધરતી થઇશ તો હું અફાટ ગગન બનીશ તુ જો થઇશ સુગંધી ફૂલ તો હું ગુલાબી અમન બનીશ લઇ જ ઇશ હાથ ઝાલીને આખી દુનિયાની નજરા સામે તુ જો થઇશ વરસતી વાદળી તો હું લહેરાતો પવન બનીશ થઇશ જો તુ સાગરનું મોતી, મારે મરજીવો બનવું પડશે ધરીશ ક્યારેય જો મૃગલીનુ રૂપ, તો હું સુંદરવન… Read More »

પહેલી નજરનો પ્રેમ

બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇ અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સૌગાત થઇ નિરાશાની ગર્તામાં ડૂબેલું હતું મન મારુ આયખાથી જ્યારથી તું જીવનમાં આવી, મૃત આશાઓ હયાત થઇ તારા જ સ્વપ્નનાં સાગરમાં છબછબીયાં કરે છે જિંદગી નથી ખબર ક્યારે દિવસ અને ક્યારે રાત થઇ બચપણથી જ હકૂમત ચલાવતો આવ્યો દિલ પર ફક્ત એક… Read More »