ઘૃણા

By | September 4, 2006 | 22 Comments
Category: નફરત

તુ ચાલી ગ ઇ જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ?
થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી.
એટલી સલાહ આપી શકું બચીને રહેજે અમારાથી
છીએ એક ગ્રહણ, લાગી જાય તો પછી ટળતા નથી.
ભુલથી પણ સામે ન આવતી આવતા જન્મે,
નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી.
થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા
અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.
આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે.
સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.
હવે જ મારો જિંદગી સાથે સાચો ઘરોબો થયો
ગાંઠ બંધાઇ હતી કે ખોવાયેલા રત્નો મળતા નથી.


About Vishal Monpara

Vishal Monpara is a full stack Solution Developer/Architect with 13 years of experience primarily using Microsoft stack. He is currently working in Retail industry and moving 1's and 0's from geographically dispersed hard disks to geographically dispersed user leveraging geographically dispersed team members.

22 thoughts on “ઘૃણા

  1. Dhaval

    થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા
    અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.

    સરસ !



  2. Rajeshwari Shukla

    ખૂબ સરસ કવિતાછે.અભિનંદન..દરેક પક્તિમાં મીટર ચકાસીને કવિતા બને તો હજી ઉત્તમ બની શકે..



  3. nilamhdoshi

    અમે એ સૂર્ય છીએ જે સંધ્યા સમયે ઢળતા નથી.ખૂબ સરસ છે.keep it up.congrats


  4. UrmiSaagar

    થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી…
    છીએ એક ગ્રહણ, લાગી જાય તો પછી ટળતા નથી…
    અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી…
    સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી…

    Superb lines…. very nice creation Vishalbhai!
    Enjoyed it very much….

    UrmiSaagar
    http://www.urmi.wordpress.com
    http://www.sarjansahiyaaru.wordpress.com



  5. Mitr K Kh G

    khub j saras….

    aakhre aa kavita 2 varas pachchi aavi j gai…..

    i like it ….very much

    આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે.
    સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.



  6. rajula

    prem ma thayeli bewafai ne jiravvani aa te kevi gajab ni khumari!


  7. anjli

    its really wonderful….i do n’t have words to say

    Hum labo se kahena paye hale dil kabhi
    Or woh samjna paye KHAMOSHI kya chez hai



  8. વિવેક

    થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા
    અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.
    આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે.
    સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.

    -સરસ શેર !


  9. નિમેષ

    બાપુ કહેવુ પડે ….

    તુ ચાલી ગ ઇ જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ?
    થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી.

    તેજ મિજાજ નો પરિચય …

    લખતા રહેજો…


  10. Manubhai Raval

    આજે ખબર પડી પ્રેમ મા પણ લાયકાત જરુરી છે
    સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગર મા ભળતા નથી.
    —–સારી ક્ળ્પના છે.




  11. Ashoka

    થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા
    અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.

    સરસ !


  12. રતિલાલ્જોગિઆ

    વાહ ભૈઇ તમારુ તો કેવુ પડૅ ,અમોને તો ચિડુ સોધતા લાધિ પોળ અનાયાસે આપ મલિ ગયા ને ગઝલ વાચિ ને ખુશ થયા અમો પણ લેખ લખિયે છિયે દરમહિને ત્રણ ચાર જગ્યાયે છપાય છે તે લેખોનિ બુક છપાવિ છે ને તેનિ વેબ સાઇટ પણ રજુ કર છે http;//haiyanivatoo.com
    તે વાચિને અભિ પ્રાય આપસો તો આપનો સહકાર મલ્યો છે તેમ માનિસુ.રતિલાલ્.જોગિઆ.રાજકોટ્.
    દ્વારકાધિશકિજે.[આ અમારો લોગો છે] કારણ કે તેનિ ક્રપાથિ આનદ આનદ છે,


  13. vipul parmar

    ભુલથી પણ સામે ન આવતી આવતા જન્મે,
    નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી.
    khub vastvikta chhe aa searma, dhari chot upjavi chhe,
    lage raho !




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *