ફાયર એલાર્મ

ફાયર એલાર્મ સાંભળ્યો અને હું રૂમની બહાર નીકળી ગયો ત્યારે એક વિચાર આવ્યો. તે મારા દિલમાં લગાડેલી પ્રેમની આગનો ફાયર એલાર્મ વાગ્યો એ તે સાંભળ્યો હશે?

થોડી

આમ તો અજનબી છતાં થોડી ઓળખાણ હોય એ આંખોને આ આંખોની થોડી પીછાણ હોય ખોબલે ખોબલે ઉલેચી લે ભલે એ મારા શ્વાસોને એ બહાને મારા શ્વાસને સ્પર્શની થોડી લ્હાણ હોય સવાર ઊગતા જ તારોડીયાને બસ જવા દીધા ધરતીના ચંદરવાને એની થોડી તાણ હોય? લૂંટાવતી ફરે છે એ પુષ્પને,પંખી, પતંગાને ખોટું ઠર્યુ એ વિધાન પ્રેમની થોડી… Read More »

એવું લાગે છે

તમારી સાથે જ મારી તકદીર જોડાઇ હોય એવું લાગે છે તમારા જ ત્રાજવે મારી જિંદગી તોળાઇ હોય એવું લાગે છે મન બેચેન રહ્યા કરે છે તમારી મુલાકાત પછી તમારે જ આંગણ મારી પ્રીતડી ખોવાઇ હોય એવું લાગે છે પ્રત્યેક ક્ષણે મારો સાથ દીધો પડછાયા માફક તમારા જ પ્રતાપે મારી હિંમત ગવાઇ હોય એવું લાગે છે… Read More »

તો કેવું?

તમને જોઇને વળે ફૂલોને પસીનો તેને ઝાકળનું નામ આપું તો કેવું? મુખડૂં ઢંકાય જો ફરફરતી લટોથી તેને ચંદ્રગ્રહણનું નામ આપું તો કેવું? મીઠડી બે વાત કરી ભીંજાવો હૈયાને તેને શ્રાવણનું નામ આપું તો કેવું? તમારા જ સ્વપ્નમાં વીતે રાતલડી તેને જાગરણનું નામ આપું તો કેવું? હંમેશા ડૂબી જઉ નયનની ગહેરાઇમાં તેને વમળનું નામ આપું તો… Read More »

બોલો

તમારા જલવા વિશે અમે પણ સાંભળેલુ છે ઘણું બોલો, વાદળ વિના વરસાદ ક્યારે વરસાવો છો? ચોધાર આંસુઓ પાડે છે વસંત જવાથી બિચારા, બોલો અહીં પધારીને ફૂલોને ક્યારે હસાવો છો? એકવાર કહી દો તમે, સામી છાતીએ ઘા ઝીલશું બોલો અમારા વેણ અજમાવવા ક્યારે પોરસાવો છો? સાંભળ્યુ છે સ્ત્રીઓને પાસાદાર રત્નોનો લગાવ હોય છે. બોલો અમારા દિલના… Read More »

ચાહુ છુ તને

અણધાર્યા રચાતા તારામૈત્રકના સમ, ચાહુ છુ તને ગગન પર મીટ માંડતા ચાતકના સમ, ચાહુ છુ તને છૂપાવી દઇશ તને આ ગઝલોની આડમાં ગુલાબની રક્ષા કરતાં કંટકના સમ, ચાહુ છુ તને આકાશે ઝબૂકતી વીજના સમ, ચાહુ છુ તને રઢીયાળી અષાઢી બીજના સમ, ચાહુ છુ તને મળવાનો વાયદો કરે અને ન આવે તુ ઇંતજાર કરતા ચઢતી ખીજના… Read More »

એ આવે છે

યુગો પછી જોવા મળશે ચિર-પરિચિત ચહેરો સંભાળજે ઓ દિલ મારા! એ આવે છે. ગંભીરતા તો એને લગીરેય ગમતી નથી બની જા ઓ દિલ આવારા! એ આવે છે. ઝરણ બની ફૂટી નિકળશે સમય-શીલા પરથી નદી, સંકોચી લે ધારા! એ આવે છે. પૂનમની રાત છે અને ચંદ્ર નથી ઊગ્યો? ચિંતા ન કરો સિતારા! એ આવે છે. ક્ષણ… Read More »

ગઝલ અને એ

અરે કપડા ખંખેરવા રહેવા દે મારા ગઝલો વાળવાનો મારી પાસે સમય નથી ગઝલોના ટુકડા વાગી જશે તને બાકી ના પાડવાનો મારો કોઇ આશય નથી સાતેય સુરોને પાલવની સાથે બાંધીને લઇ ગઇ અને હવે કહે છે કે મારી ગઝલોમાં લય નથી ભર જુવાનીમાં જલદ વિરહ પચાવ્યો છે છતાં ક્યારેક જાણી જોઇને કહે છે, ગઝલો લખવાની વય… Read More »

તે-2

એની તો વાત જ શી કરૂ? એને મહાન શિલ્પી દ્વારા કંડારાયેલી આરસની પ્રતિમા કહુ કે પછી કોઇ ચિત્રકાર દ્વારા અપાયેલા રંગોની છટા! એ તો ગુલાબની ખીલું-ખીલું થતી કળી પરના ઝકળના બુંદ જેવી છે. એને હું શ્રાવણના પહેલા વરસાદનું નામ આપું કે પછી કોઇ પાગલ કવિ દ્વારા રચાયેલી કવિતાના પ્રથમ શબ્દનું. જ્યારે તે પોતાના વાળની લટોને… Read More »

કહાની

જીવનમાં જોયા છે કેટલાયે ખૂબસૂરત ચહેરાઓ એક ભલી-ભોળી તસવીર મારી આંખોને કામની છે તને જ હરપળ જોવામાં પૂરી થાય આ જિંદગી એક અધૂરી કલ્પના દોસ્તીના નવા આયામની છે. ન જુઓ હથેળીમાં પડ્યા છે કેટલા છાલા એ મહોર સ્મિત માટે ચુકવાયેલા દામની છે દિલ જેવું મળે તો રાખી લેજે તારી પાસે એ કિંમતી ચીજ તારા જ… Read More »