કોને જોઇએ છે?

Category: નફરત

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે?

શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?

અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો
જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?

ફેફસામાં પુરી રાખી છે, કોઇની યાદોને અકબંધ
નથી કંઇ અનલ, હવે અનિલ કોને જોઇએ છે?

જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

Share

31 comments

 1. Achal says:

  Hi Kavi ji,
  wow sir…gr8 work…..
  i think we shud call you Kavi Vishal instead of bapu…the first one looks good…

  keep the good work…
  achal.

 2. UrmiSaagar says:

  અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
  નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

  Very nice creation Vishal! I liked this pankti very much…

 3. rajula says:

  hi vishalji
  irshad! ek dhardar manav ki khumari kitni asani se se es gazal me apne thal di. hamare jivan ke kuchh lamhe jo ham kah bhi nahi pate , apne to in chand shabdo me puri zindi hi likh dali. vah kaviji vah!

 4. Neela Kadakia says:

  શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
  બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?
  સાચી વાત છે.

 5. Jayshree says:

  Really Vishal..
  Excellent…!!

  થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો
  જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?

 6. વિવેક says:

  અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
  નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

  – સાચે જ સુંદર વિચાર…!

  પોતાના માટે હોય તો-
  ફરિયાદ બંધનોની નથી, જોર કર હજી,

  ઈચ્છા ડગી જશે યદિ ઢીલાશ હોય તો !

  અને સાથી માટે હોય તો-
  રેવાળ ચાલ સાથીની ઈચ્છો તો ઢીલ દો,

  બેકાબુ બનશે જો જરી ખેંચી લગામ છે!

  -વિવેક

 7. Mitr K Kh G says:

  જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
  એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

  katil vishnin nathi jarur dost..bus ek var..najar kari leshe to pan aho aho……..

  bahuj sundar rachna chhe………aajthi tamaru nam padishu….kavi monu bapu…:)

 8. nilam doshi says:

  અખિલ બ્રહ્માંડ કોને જોઇએ છે!!
  ખુબ સરસ રચના.અભિનંદન.

  nilam doshi
  http://paramujas.wordpress.com

 9. Vijay Shah says:

  અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
  નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

  અદભૂત!

  ગુજરાતી સાહિત્ય સરિતાનાં તોફાની ઝરણ..
  તમારી શબ્દ ખુમારીને હજારો વંદન્

 10. vijAY VADODARIYA says:

  GOOD

 11. pinakin says:

  પ્ર્ભુ ને પ્યારો પ્યાર મારિ પ્યારિ ને પણ પ્યારો ચે

 12. Nipam Patel says:

  Amazing Creativity !!!!

 13. nilam doshi says:

  enjoyed a lot.congrats

 14. halani says:

  જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
  એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

 15. pravina Avinash Kadakia says:

  ખૂબ સરસ રીતે રજૂઆત કરી છે.
  સુંદર.

 16. sagarika says:

  wow, nice gazal

 17. દિલીપ પટેલ says:

  વિશાલભાઈ,
  ખરેખર સુંદર અભિવ્યક્તિ. અભિનંદન.

  ‘શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
  બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?’

  ‘ફેફસામાં પુરી રાખી છે, કોઇની યાદોને અકબંધ
  નથી કંઇ અનલ, હવે અનિલ કોને જોઇએ છે?’

 18. SANJAY says:

  hi VISHAL BHAI
  really u r great
  i think ur poem are mindbloing…………..

 19. manoj patel says:

  સ ર સ ‘ અ તિ સુન્દર

 20. Pragna says:

  થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો
  જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?

  જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
  એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

  ખુબ ખુબ સુંદર,

  આપની રચનાઓ માં કંઇક એવું છે જે બીજા બધાથી અલગ છે.

 21. Manubhai Raval says:

  બહુજ સરસ પ્રયાસ છે.

 22. pankaj_pandya123 says:

  kavitani kavita karo to janu

  happy diwali

 23. chirag@surat says:

  bov maja aavi
  bandhu yaad chhu ke bhuli gaya?

 24. Chandresh Patel says:

  at 92 this something with factual of life but nobody ( hardly none to nil) wants to adopt it

 25. viren says:

  kaheva mate bahu shabdo to nathi
  bhai tame toh mara dil ni vat lakhi che…
  jindagi ni bhag dod ma thakela
  mara jeva anek ni vat lakhi che

 26. KUNAL says:

  Very nice Sir,
  likhate likhate pat jay kagad kalam yunhi chalti rahe.

 27. disha says:

  great sir ji……

 28. Dr P A Mevada says:

  તમારી સાઈટ જોઈને ખૂબજ આનંદ થયો. શ્રી પ્રમુખસ્વામીની સાથે રહી તમે એક અમૂલ્ય કામ ક્ર્યું છે. ગુજરાતી લખવાનું આટલુ સરળ ક્યારેય ન્હોતું. એમાંય વળી તમારી ગઝલ નો બ્લોગ જોઈને તો તમારી આવડતના ઓવારણા લેવાઈ ગયાં. અભિનંદન.
  ‘સાજ’ મેવાડા

 29. MAULIK MEHTA says:

  KYA BAAT HE….KHUB KHUB ABHINANDAN…..GHANA SAMAY E SARI RACHNA VACHI….MAULIK MEHTA (Tv9- Ahmedabad)

 30. અશૉક લખાણી says:

  સરસ વિશાલ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *