મના

મદમસ્ત એવી લચકતી ચાલ ચાલના કેટલાયે મુસાફરોની મંઝિલ બની જઇશ સંભાળીને રાખ તારા કાજળભર્યા નયન બેફામ વરસના, કાતિલ બની જઇશ આ રીતે ઝુલ્ફોને હાથોથી પસવારના કેટલાયે શાયરોની ગઝલ બની જઇશ આટલું ધ્યાન દઇને ગઝલ વાંચના વિશાલના પ્રેમમાં પાગલ બની જઇશ

મુલાકાત

પ્રેમમાં પડનારને શા શુકન શા અપશુકન? મુલાકાતની “કાળ”માં જ શરૂઆત થઇ હતી તમારી વાહવાહના સમ છે દોસ્તો રસ્તામાં પણ બિલાડી આડી ઉતરી હતી અમે ધર્યો ખાલી ખોબો એમના તરફ તેમણે ખુલ્લા દીલથી યાદોની લ્હાણી કરી હતી બોલાઇ જાય જો થોડું ન ગમતું મારાથી નજરોની બે-ત્રણ જાસા ચિઠ્ઠી મળી હતી ભલેને પછી એ કચરાપેટીમાં ગઇ હોય… Read More »

મુશ્કેલ છે

તારા વિના એક ક્ષણ પણ જીવવું મુશ્કેલ છે ન જો હોય સાથ અંતિમ પળમાં, મરવું મુશ્કેલ છે પળભરનો વિયોગ તારો કરી ન શકું સહન રૂંધાય છે મન મારું શ્વસવું મુશ્કેલ છે ભલે તુ એક જ કહે નિર્ણય છે મારો સાચો છો ને દુનિયા દુશ્મન થતી, ડગવું મુશ્કેલ છે તારુ જો હોય પીઠબળ તો છું હું… Read More »

નામ

તેને હું શું નામ આપું? ઉષા સમયે વિખરાયેલા રંગોની છટાનું? કે પછી તેના માટે જવાબદાર ખુદ સૂર્યનું? કે પછી એ સૂર્યના પ્રથમ કિરણનું? કે પછી એ કિરણમાં રહેલી ઉષ્માનું? કે પછી એ ઉષ્મા સાથે કાર્ય-કારણનો સંબંધ ધરાવતી ગુલાબની નાજુક કળીનું? કે પછી એ જ ગુલાબની પાંદડીઓ પરથી હળવેકથી સરકી જતી ઝાકળની બુંદોનું? કે પછી એ… Read More »

પહેલી નજરનો પ્રેમ

બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇ અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સૌગાત થઇ નિરાશાની ગર્તામાં ડૂબેલું હતું મન મારુ આયખાથી જ્યારથી તું જીવનમાં આવી, મૃત આશાઓ હયાત થઇ તારા જ સ્વપ્નનાં સાગરમાં છબછબીયાં કરે છે જિંદગી નથી ખબર ક્યારે દિવસ અને ક્યારે રાત થઇ બચપણથી જ હકૂમત ચલાવતો આવ્યો દિલ પર ફક્ત એક… Read More »

પીછો

તુ હરિયાળી ધરતી થઇશ તો હું અફાટ ગગન બનીશ તુ જો થઇશ સુગંધી ફૂલ તો હું ગુલાબી અમન બનીશ લઇ જ ઇશ હાથ ઝાલીને આખી દુનિયાની નજરા સામે તુ જો થઇશ વરસતી વાદળી તો હું લહેરાતો પવન બનીશ થઇશ જો તુ સાગરનું મોતી, મારે મરજીવો બનવું પડશે ધરીશ ક્યારેય જો મૃગલીનુ રૂપ, તો હું સુંદરવન… Read More »

સનમ

પરદા પાછળ રહી સઘળું દેખે છે સનમ ગુલાબની આડમાં રહી ખુદ મહેકે છે સનમ હાથતાળી દઇ છટકી જઉ જો કોઇ વાર છેક સપનામાં આવીને મને પકડે છે સનમ શરાબી નથી છતાં એક પછી એક ઊપાડું નશાથી તરબતર જામમાં ઘળકે છે સનમ “હું ચાહું છુ તને, શું તુ ચાહે છે મને?” જવાબમાં બસ મીઠું મધુરુ મલકે… Read More »

તારા માટે

ખ્વાબોમાં આવીને તને જગાડી જઇશ દિવસે પણ તને સપના દેખાડી જઇશ જિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય તું તારી એક મુસ્કાન માટે દુનિયાથી લડી જઇશ જીવનની ગ્રીષ્મમાં પણ નાચી ઊઠીશ હરણી થૈ ભીના શંખ-છીપલાથી તારો ખોબો ભરી જઇશ તારા જીવનનો મારગ ભલેને હો કાંટાળો પગ ઉપડશે એ પહેલા જ ફૂલો હું વેરી જઇશ એકાંતની પળમાં… Read More »

તારા વિના

તારા વિના હે સખી કેવું મારૂં જીવન હશે સળગતા રણની વચ્ચે તરસ્યુ એક હરણ હશે સદા બહાર વસંતમાં પર્ણો ખેરવતું વન હશે કે શબ્દોના તાલમેલ વિનાનુ નિરસ કવન હશે કોરમના સંગાથ વિનાનો શુષ્ક પવન હશે અથવા ખંડેરમાં ફેરવાયેલ અનામી ભવન હશે બહારથી ઠરેલ, ભીતરથી જલતી અગન હશે ચોક્કસ ધરતીની રહેમ નજર તરસતુ ગગન હશે

તે

જિંદગીમાં પહેલી જ વાર કોઇ રૂપક ના જડ્યું સાચું કહું છુ દોસ્તો, શબ્દ પર રૂપ ભારે પડ્યું નજરનું તીર આ દિલને જરા શું અડ્યું પ્રેમનું ઘેન આ દિલોદિમાગ પર ચડ્યું સમય તો પળનો પણ નથી ઇશ્વર પાસે છતાં કેટલી નવરાશથી આ આરસનું નંગ ઘડ્યું મુઠ્ઠીભર પળોનો સાથ અને પછી અફાટ એકલતા એ જાણીને મારું આ… Read More »