Monthly Archives: September 2005

બોલો

તમારા જલવા વિશે અમે પણ સાંભળેલુ છે ઘણુંબોલો, વાદળ વિના વરસાદ ક્યારે વરસાવો છો? ચોધાર આંસુઓ પાડે છે વસંત જવાથી બિચારા,બોલો અહીં પધારીને ફૂલોને ક્યારે હસાવો છો? એકવાર કહી દો તમે, સામી છાતીએ ઘા ઝીલશુંબોલો અમારા વેણ અજમાવવા ક્યારે પોરસાવો છો? સાંભળ્યુ છે સ્ત્રીઓને પાસાદાર રત્નોનો લગાવ હોય છે.બોલો અમારા દિલના ટુકડાને ક્યારે ઘસાવો છો? […]


ભુલ

લાખો પ્રયત્નો બાદ થયો હતો હું કોરોઅને તારી યાદોની વાદળી મુશળધાર વરસી ગઇ દાંત કચકચાવી પકડી રાખ્યો હતો વર્તમાનનેમારી આ જાત ફરી ભુતકાળમાં લપસી ગઇ ભુલી ગયો છુ પોયણીના પુષ્પને જ્યારથીઆંખમાં આંખ પરોવી મીઠું-મધુરુ હસી ગઇ રગેરગમાં રૂધિરના બદલે તુ વહેતી હતીનથી જાણતો ક્યારથી તનમનમાં વસી ગઇ એકલતાનો પર્યાય બની રહી ગયો વિશાલમારી શું ભુલ […]


બેરહેમી

મળવાનુ વચન આપી ન આવે મળવાહળવેકથી કહે આજે તો એપ્રીલ ફૂલ છે આંખમાં આવકાર, હોઠો પર જાકારોઆરસના છળ પણ કેવા ક્રુઅલ છે આકરા તાપમાં ફિલ્ડીંગ ભરી વર્ષોકેચ પકડાયો તો કહે ફાઉલ છે જાણીજોઇ ભુલ કરે દિલ તોડવાનીપછી કહે ‘કખગ’ કેટલો કુલ છે આ ગઝલ મારા મિત્ર ‘કખગ’ ની બેરહેમ પ્રેમિકાને અર્પણ.


અભિમાન

અહંકારનો વધ્યો ભાર? આ નીતર્યો લે!જગતનો સ્વામી નિરાકાર? આ ચીતર્યો લે! ભલે દેખાઉ પણ ભલો-ભોળો ના સમજશોદુનિયાદારી શિખવી દીધી દુનિયાએ, આ છેતર્યો લે! યુધ્ધભુમિમાં જ ઊછરેલને શા જીવન શા મૃત્યુ?તારાથી શાને ડરુ? આ નોતર્યો લે! મને ડૂબાડવાના મનસુબા ન ઘડ દોસ્ત મારાનથી હાથ-પગ ચલાવતો છતાં, આ તર્યો લે! તારા જ દર્શનની તરસ હતી લોચનનેશ્વાસ નામનું […]


આપી દીધા

એમની રહેમતની તો હું શું વાર કરુ?ડૂબવાની અણી પર હતા તો કિનારા આપી દીધા. અંધારી અમાસી રાતે ડગ માંડવા કઇ રીતે?હૈયામાં હામ હતી તો ચમકારા આપી દીધા. ચાંદ પકડવા ખુલ્લી હવામાં હાથ જો વિંઝ્યોમુઠ્ઠી ખોલીને જોયું તો સિતારા આપી દીધા. ભુલી જ જાઉ કદી એક માનવી તરીકેનું કર્તવ્યજીવનના જળ થોડા ખારા આપી દીધા. સફળતાના નશામાં […]


આપને

જીવનના અંત સુધીની તારી રંગત આપને,અવિનાશી અનંત હોય એવી કોઇ રંગત આપને દુનિયા આખીને સઘળું લૂંટાવતો ફરે છે તું,મારા પર પણ અમિદ્રષ્ટિ કર, ચીજ કંઇક અંગત આપને એમ નથી કહેતો સુખનો અભિલાષી છુ હુંદુઃખ જો આપ બક્ષિસમાં હિંમત આપને સારથિ છો જીવનરથનો, એટલે જ ચિંતા નથીસામી છાતીએ લડી લ ઇશ પહાડો જેવડી આફત આપને છોને […]


એ આ જ જગા છે

પ્રેમનો કર્યો હતો એકરાર એ આ જ જગા છેધરાઇને કર્યો હતો પ્યાર, એ આ જ જગા છે શરૂઆતમાં કેટલીક પળ, પછી કલાક પછી દિન-રાતતારા જ ચાલતા હતા વિચાર એ આ જ જગા છે રુપાની ઘંટડી જેવો આવતો અવાજ ‘અરે વિશાલ’અને દિલના ઝણઝણતા તાર, એ આ જ જગા છે કારણ શું હતુ કે મને આપેલ વચન […]


આભાર

તારી નાની સરખી પણ ઇચ્છા માટેકોઇ પણ બદલાની અપેક્ષા વિનાજાન આપવા પણ તૈયાર થઇ જાઉ એવાએક સમયના નજરના મેળાપથી જન્મેલાતારા હાસ્યની છોળોમાં પાંગરતા રહેલાઆને કુદરતની ક્રૂરતાના પંજામાં પિંખાઇ ચૂકેલાએ જ સંબંધના સમકાલે જ્યારે મનેમારી અનાયાસે થયેલી મદદ બદલઆભાર વ્યક્ત કર્યોત્યારે ખૂબ દુઃખ થયુ.