અભિમાન

અહંકારનો વધ્યો ભાર? આ નીતર્યો લે! જગતનો સ્વામી નિરાકાર? આ ચીતર્યો લે! ભલે દેખાઉ પણ ભલો-ભોળો ના સમજશો દુનિયાદારી શિખવી દીધી દુનિયાએ, આ છેતર્યો લે! યુધ્ધભુમિમાં જ ઊછરેલને શા જીવન શા મૃત્યુ? તારાથી શાને ડરુ? આ નોતર્યો લે! મને ડૂબાડવાના મનસુબા ન ઘડ દોસ્ત મારા નથી હાથ-પગ ચલાવતો છતાં, આ તર્યો લે! તારા જ દર્શનની… Read More »

અભિમાન-2

કોઇના માન્યામાં ન આવે એવી વાત કરુ છુ સકળ સૃષ્ટિનું જળ મારા નાનકડા ખોબે છે ભલે કર્યો હોય સામનો રાક્ષસી તોફાનોનો એક નાનકડી ફૂંકથી જંગી જહાજો ડૂબે છે અહં બ્રહ્માસ્મિ મંત્ર પચાવી લીધો જ્યારથી સુર્ય ચંદ્ર પણ મારા પગને ઠેબે છે સમયને પણ નથી મળતો સમય ફૂરસતનો, જ્યારે ન હોય કામ મારા પગે દાબે છે… Read More »