માણસને ખાય છે

Category: અન્યાય

એંઠવાડની જેમ ઢોળીને માણસને ખાય છે.
અને કૂતરાની જેમ ફંફોળીને માણસને ખાય છે.

વેપારવૃત્તિ એટલી ઘર કરી ગ ઇ છે મનમાં
ચણાની જેમ તોળીને માણસને ખાય છે.

થોડા શ્વાસો શાંતીના લેવા દે અને પછી
શરબતની જેમ ડહોળીને માણસને ખાય છે.

કાન પકડવા પડે શું એમની સ્વાદવૃત્તિ
ભજીયાની જેમ ઝબોળીને માણસને ખાય છે.

બહુ ચૂસ્યુ લોહી, બે બુંદ જ બાકી હોય
કેરીની જેમ ઘોળીને માણસને ખાય છે.

ફક્ત નામ શા જો હાડકાં થોડા બચ્યા
ચૂરમાની જેમ ચોળીને માણસને ખાય છે.

Share

3 comments

 1. હિમાંશુ ભટ્ટ્ says:

  Vishal

  I enjoyed reading some of your poems. You have potential to be a good ghazal writer, but you must dedicate some time and effort in learning the science of ghazal. You have good depth in your thoughts, and I would like to see your ghazals reach their potential. Dr. Raeesh Maniyar (one of my mentors), has written some books on ghazal channd shastra. I highly recommend them.

  Best wishes – Himanshu

 2. વીપુલ દેશાઈ says:

  પ્રિય વિશાલભાઇ
  આપ સર્વ બાબતોમા અગ્રેસર રહયા પ્રભુ આપને વધુને વધુ તક આપે.ગઝલથી માડીને ગુજરાતી લિપી આપની ગુજરાતીઓની ખુબ સેવા કરી.આપના માતાપિતાને ધન્યવાદ.

 3. DIPAK says:

  i have need to ask a question that which is the birthplace of gujarati gazal?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *