ઇચ્છા

Category: સ્વપ્ન

જ્યારથી મેં તને જોઇ છે, જાણી છે, ચાહી છે
ત્યારથી મનમાં ઇચ્છાનો એક ફણગો ફુટ્યો છે.
એ ઇચ્છા ન તો કુતુહલતા છે, ન તો જિજ્ઞાસા,
ન તો મોહ છે, ન તો વાસના.
ઇચ્છા તો નાનકડી જ છે, તારા ગુલાબને શરમાવે એવા નાજુક ગાલોનો સ્પર્શ.
એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે
આ ઇચ્છા પરિપુર્ણ કરી શક્યો હોત.
કદાચ તને યાદ નહી હોય પરંતુ ધૂળેટીના દિવસે, તુ નખશિખ
રંગાઇને ઊભી હતી અને મારા હાથ પણ ગુલાલથી ભરેલા હતા.
તારા સપ્તરંગી ચહેરાને જોવામાં જ હાથમાંથી ધીરે-ધીરે ગુલાલ
સરકતો ગયો અને સમય પણ. જ્યારે તું નજરોથી ઓજલ થઇ
ત્યારે અફસોસ થયો. પરંતુ શું થાય?
સમયને પાછો વાળવા હું અક્ષમ હતો.
આજે તુ નથી એ સમય નથી અને હાથમાં ગુલાલનું બહાનું પણ નથી.
પરંતુ એ ઇચ્છા તો દરરોજ સવારે આળસ મરડીને બેઠી થાય જ છે.
તારા ગાલને સ્પર્શવા માટે તલસતી એ જ ઇચ્છાના સમ,
આવતા જન્મે, હું તારા આંગણામાં ખીલેલું મઘમઘતું ગુલાબનું પુષ્પ બનીશ.

Share

8 comments

 1. Mayank says:

  Excellent!!!

 2. MohammedaliBhaidu"wafa" says:

  સામે મળ્યા એ હું જોતો રહી ગયો.
  હિંમત નો પહાડ સહેજ પણ હાલ્યો નહી
  હાથ મા ગુલાલ ને સામે હ્તુ ગુલાબ
  હાથ મારો સૉંદર્ય ઉપર ચાલ્યો નહી
  વફા

 3. manvant patel says:

  ઈશ્વર તમારી એ ઇચ્છાને પૂરી કરે ! “ન માગ્યે દોડતું આવે,
  ન વિશ્વાસે કદી રહેજે ! “

 4. ઉર્મિ સાગર says:

  “આંખોમાં અંજાયેલ ઇચ્છાઓનું કાજળ,
  વહેતું રહેશે હવે હ્રદયાશ્રુ બની!!”

  -ઉર્મિ

 5. shailesh 3 says:

  kldfjozv kcnklgnlxdznfk nm,cvklbn n,bcnlkvb

 6. hiren patel says:

  very nice……….

 7. DIPAK BOSIYA says:

  Excellent!!!
  VERRY GOOOOOOOOD

 8. malaviya paresh says:

  મહાશય તમારી બધીજ કવિતા ખુબજ સુન્દર chhe.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *