હજીયે યાદ છે

Category: યાદ

નામ જોડાયુ હતું કોઇના નામ આગળ, હજીયે યાદ છે.
મન ભાગ્યુ હતું કોઇના સ્વપ્ન પાછળ, હજીયે યાદ છે.

ખબર પડી તરવા કરતાં ડૂબવાનો લહાવો અનેરો હતો
જ્યારે પ્રેમ સાગરના દેખાયા હતા તળ, હજીયે યાદ છે.

એની મૃદુતા, સ્નિગ્ધતાનો તોલ હું કઇ રીતે કરી શકું.
ખુદ જળને પણ ભરવું પડતું હતુ જળ, હજીયે યાદ છે.

ચૈત્રમાં મેઘરાજની મહેરનો સાક્ષી હું ખુદ છુ
ભુલથી આંખોમાં આંજી શું દીધુ કાજળ, હજીયે યાદ છે.

ભલે એમનો સાથ નહોતો અમારી સાથે દિન-રાત
વિતાવી હતી સંગાથે કેટલીક નાની પળ, હજીયે યાદ છે.

મને શું ખબર ક્યારેક સાચી પણ પડી શકે છે
એનાથી છુટા પડવાની બાંધી હતી અટકળ, હજીયે યાદ છે.

અમને એક કરવાના વચને બંધાયો હતો, છતાં
સમયે આ કર્યુ કેવું નિર્મમ છળ, હજીયે યાદ છે.

આંસુઓ વીણી વરસાવી હતી ગઝલો ધોધમાર
છતાંય રહી ગયો હતો કોરો કાગળ, હજીયે યાદ છે.

Share

9 comments

 1. Siddharth Shah says:

  hi,

  again could not resist commenting.

  Very good one.

  I think title for this section could be ‘Memories’ instead of ‘Remembrance’

  Just a suggestion.

  Siddharth Shah

 2. Aparna dave says:

  hi,
  dhime dhime dhal utaru tekrioni sakhe tamne phul didhanu yaad
  salvalvaheti kedsamani lilotarima tarta khetarshedhe,priye….
  ame tamari tagarphul-si aakhe zulya tagrtagar te yaad
  amari barchhtbarchhat hatheyione tame terva bhari ketlivar pidhanu yaad
  dhime dhime dhal utaru tekrioni sakhe tamne phul didhanu yaad

 3. Urmi Saagar says:

  Hello Vishalji,

  1st time surfing ur blog… it’s very nice.
  I read ur few poems…. this was so good that i couldn’t help commenting…

  એમ પણ કો’કની યાદને પ્રેમાંજલિ આપવા માટે કવિતાથી સારું બીજું કોઇ માધ્યમ હોઇ શકે ખરું?!

  ઘણું સરસ લખો છો….

  Thank you for sharing.

  I have also started my blog not too long ago.
  Please visit sometimes…
  http://urmi.wordpress.com

  Urmi Saagar

 4. Ashmi says:

  બહુ જ ફઇન છે.

 5. જયશ્રી says:

  પહેલા પણ વાંચી હતી આ ગઝલ.. પણ આજે પાછી વાંચી, અને કદાચ પહેલા કરતા વધારે ગમી…. !!

  ભલે એમનો સાથ નહોતો અમારી સાથે દિન-રાત
  વિતાવી હતી સંગાથે કેટલીક નાની પળ, હજીયે યાદ છે.
  મને શું ખબર ક્યારેક સાચી પણ પડી શકે છે
  એનાથી છુટા પડવાની બાંધી હતી અટકળ, હજીયે યાદ છે.

 6. રામોલીયા લલિત says:

  બહુ જ ફઇન છે.પહેલા પણ વાંચી હતી આ ગઝલ.. પણ આજે પાછી વાંચી, અને કદાચ પહેલા કરતા વધારે ગમી…. !!

  ભલે એમનો સાથ નહોતો અમારી સાથે દિન-રાત
  વિતાવી હતી સંગાથે કેટલીક નાની પળ, હજીયે યાદ છે.
  મને શું ખબર ક્યારેક સાચી પણ પડી શકે છે
  એનાથી છુટા પડવાની બાંધી હતી અટકળ, હજીયે યાદ છે.

 7. Non_Exisitng_Ami says:

  મને શું ખબર ક્યારેક સાચી પણ પડી શકે છે
  એનાથી છુટા પડવાની બાંધી હતી અટકળ, હજીયે યાદ છે.

  Oops … બહુ યાદ આવી ગયુ કોઇ’ક’.

 8. wafa says:

  કાશ આ રચના કોઇ છંદમાં હોત! અરબી છંદમાં હોત તો ગઝલ કહેવાતે,ગુજરાતી (સંસ્કૃત) છંદમાં હોત તો કવિતા(મન્દાક્રાંતા,હરિણી,ઇન્દ્ર્વજ્જા,સોનેટ) કહેવાતે. અને અછાંદસ હોત તો રૂપ અલગ હોત.આ શું છે?કખબ પડતી નથી.કદાચ કોમેટ આપનારને ખબર હોય? બરાએ કરમ આવા લખાણને ગઝલ કહેવાનું માંડી વાળો.
  ’વફા’

 9. priti says:

  kharekhar khub j saras che kavita na shabdo jane aje hakikat bani gaya che

Leave a comment

Your email address will not be published. Required fields are marked *