Category Archives: વિવિધ

મનોમંથન

ડાબા હાથથીપીઠ પાછળ લટકતોસાડીનો પાલવ સરખો કરતીઅનેજમણા હાથથીડાબી વાળની લટને પાછળ સરકાવતીયુવતિને જોઇનેમને તારી યાદ કેમ આવી જાય છે?


બાકી શું વધશે?

દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે?પંખીડાની પાંખો કાપી નાખશો તો બાકી શું વધશે? એક જ ચીજ બાકી રહી ગઇ છે સકળ જગતમાંબ્રહ્માંડની પહોળાઇ માપી નાખશો તો બાકી શું વધશે? આચ્છાદિત રહેવા દો એમને ગુમનામ રહેવા દોભુતકાળને ઝાપટી નાખશો તો બાકી શું વધશે? પહેલી જ વાર આવ્યા હોય બાદશાહ, બેગમ, ગુલામશ્વાસોના પત્તાને ચીપી નાખશો […]


પરીક્ષા

હૈયે હરખ ઘણોય થાય છેકે આજે પરીક્ષા પૂરી થાય છેચાલો વગાડીએ ઢોલ-નગારાકે આજે પરીક્ષા પૂરી થાય છે ઉજાગરાથી આંખો છે રાતીમારી મહેનતની ચાડી ખાતીછતાં થાક ના અનુભવાય છેકે આજે પરીક્ષા પૂરી થાય છે ફગાવી દફતર પાટી પેનહું ચાલ્યો રમવા એન-ઘેનહવે ગણવેશમાં ડાઘા થાય છે.કે આજે પરીક્ષા પૂરી થાય છે હવે તો છૂટથી હરીશું-ફરીશુંવહેતા પવનની સાથે […]


બુઢાપો

જુવાની ભલે વીતી હોય દિલ તો હજી જુવાન છેછીપમાં ફરી સંતાઇ મોતી બનવાનું અરમાન છે ચાલને પ્રિયે જ ઇએ ઊડી, પાંખમાં પરોવી પાંખહજી આંખ મહીં વિચરતા વિહંગની ઊડાન છે હાથમાં પકડી હાથ આજે નાચીએ મન મુકીનેભમરા પાસેથી ઊધાર લીધેલું એક ગાન છે પ્રેમથી સીંચ્યુ તે મારા ઘરઆંગણને કેટલુંતુ ના હો તો આ ફૂલવાડી એક રણમેદાન […]


મૌન

અજાણ્યા હોઠો વચ્ચેના મૌનને ઓગાળવું સહેલું નથીઆંખલડી વચ્ચે રમતા મૌનને ગાળવું સહેલું નથી પીઠ બતાવી ભાગવુ પડશે, થંભી જા ભલા માણસસુતેલા સિંહ જેવા મૌનને પુચકારવું સહેલું નથી લીલાછમ દરિયાના સ્વાંગમાં ઊભેલા રણને કળી શકોબોલાયેલા શબ્દો વચ્ચેના મૌનને પીછાણવું સહેલું નથી તમે નહી બોલો તો હોઠના કંપનથી વહી જશેલાખ કરી લો કોશીશ મૌનને છૂપાવવું સહેલું નથી