વ્યથા

જિંદગીથી થઇ ગયો છુ ત્રસ્ત કારણ દુઃખોથી થઇ ગયો છુ વ્યસ્ત સુખોની ક્ષણોને શોધવાનો સમય ક્યાં? અસહ્ય વેદનાથી થઇ ગયો છુ પસ્ત ખુંદવી હતી જીવનની કેટલીયે ગિરિમાળાઓ અચાનક લકવાથી થઇ ગયો છુ ગ્રસ્ત નહોતો જોયો જીવનમાં અંધકાર કદી ભર મધ્યાહને થઇ ગયો છુ અસ્ત