જરાક મોડો પડ્યો

પ્રેમનો એકરાર કરવામાં જરાક મોડો પડ્યો એમનું દિલ જીતવામાં જરાક મોડો પડ્યો બંધ દરવાજો ખખડાવીને તેઓ ચાલ્યા ગયા સ્વપ્નમાંહેથી આંખો ખોલવામાં જરાક મોડો પડ્યો. મૌનને પણ વાંચવમાં હતો વિશાલ કાબેલ આંખના ઇશારા સમજવામાં જરાક મોડો પડ્યો વર્ષોની તમન્ના હતી જેની જીંદગીને એ મરણ હાથતાળી આપી છટક્યું જરાક મોડો પડ્યો

યાદ

સફાળો જાગી ગયો કે આ ચમકારો શેનો થયો? મારા સ્વપ્ન ઝાંઝવામાં એક યાદ તગતગી હતી ભલભલી વાતોને કાળની થપાટો ભુલાવી દે પણ તારા મિલનની ક્ષણ સમયથી અળગી હતી ચોરે કોટવાળને દંડ્યાની ઘટના સાચી પડી કે આકાશે સાચે જ તલસતી ધરતીને ઠગી હતી સદા વિરક્તિની બડાશ મારતો છતાં વિરહથી હું સાક્ષી છું કે મેરૂની ધરી જરા… Read More »

બુઢાપો

જુવાની ભલે વીતી હોય દિલ તો હજી જુવાન છે છીપમાં ફરી સંતાઇ મોતી બનવાનું અરમાન છે ચાલને પ્રિયે જ ઇએ ઊડી, પાંખમાં પરોવી પાંખ હજી આંખ મહીં વિચરતા વિહંગની ઊડાન છે હાથમાં પકડી હાથ આજે નાચીએ મન મુકીને ભમરા પાસેથી ઊધાર લીધેલું એક ગાન છે પ્રેમથી સીંચ્યુ તે મારા ઘરઆંગણને કેટલું તુ ના હો તો… Read More »

થોડી

આમ તો અજનબી છતાં થોડી ઓળખાણ હોય એ આંખોને આ આંખોની થોડી પીછાણ હોય ખોબલે ખોબલે ઉલેચી લે ભલે એ મારા શ્વાસોને એ બહાને મારા શ્વાસને સ્પર્શની થોડી લ્હાણ હોય સવાર ઊગતા જ તારોડીયાને બસ જવા દીધા ધરતીના ચંદરવાને એની થોડી તાણ હોય? લૂંટાવતી ફરે છે એ પુષ્પને,પંખી, પતંગાને ખોટું ઠર્યુ એ વિધાન પ્રેમની થોડી… Read More »

એવું લાગે છે

તમારી સાથે જ મારી તકદીર જોડાઇ હોય એવું લાગે છે તમારા જ ત્રાજવે મારી જિંદગી તોળાઇ હોય એવું લાગે છે મન બેચેન રહ્યા કરે છે તમારી મુલાકાત પછી તમારે જ આંગણ મારી પ્રીતડી ખોવાઇ હોય એવું લાગે છે પ્રત્યેક ક્ષણે મારો સાથ દીધો પડછાયા માફક તમારા જ પ્રતાપે મારી હિંમત ગવાઇ હોય એવું લાગે છે… Read More »

તે-2

એની તો વાત જ શી કરૂ? એને મહાન શિલ્પી દ્વારા કંડારાયેલી આરસની પ્રતિમા કહુ કે પછી કોઇ ચિત્રકાર દ્વારા અપાયેલા રંગોની છટા! એ તો ગુલાબની ખીલું-ખીલું થતી કળી પરના ઝકળના બુંદ જેવી છે. એને હું શ્રાવણના પહેલા વરસાદનું નામ આપું કે પછી કોઇ પાગલ કવિ દ્વારા રચાયેલી કવિતાના પ્રથમ શબ્દનું. જ્યારે તે પોતાના વાળની લટોને… Read More »

અભિમાન-2

કોઇના માન્યામાં ન આવે એવી વાત કરુ છુ સકળ સૃષ્ટિનું જળ મારા નાનકડા ખોબે છે ભલે કર્યો હોય સામનો રાક્ષસી તોફાનોનો એક નાનકડી ફૂંકથી જંગી જહાજો ડૂબે છે અહં બ્રહ્માસ્મિ મંત્ર પચાવી લીધો જ્યારથી સુર્ય ચંદ્ર પણ મારા પગને ઠેબે છે સમયને પણ નથી મળતો સમય ફૂરસતનો, જ્યારે ન હોય કામ મારા પગે દાબે છે… Read More »

વ્યથા

જિંદગીથી થઇ ગયો છુ ત્રસ્ત કારણ દુઃખોથી થઇ ગયો છુ વ્યસ્ત સુખોની ક્ષણોને શોધવાનો સમય ક્યાં? અસહ્ય વેદનાથી થઇ ગયો છુ પસ્ત ખુંદવી હતી જીવનની કેટલીયે ગિરિમાળાઓ અચાનક લકવાથી થઇ ગયો છુ ગ્રસ્ત નહોતો જોયો જીવનમાં અંધકાર કદી ભર મધ્યાહને થઇ ગયો છુ અસ્ત

વીર

પારખ્યા છે ઘણા લોકો, બધા કથીર હોય છે આંગળીના વેઢે ગણાય એટલા જ વીર હોય છે ઊછાંછળાપણું નિશાની છે એક આમ આદમીની અદકેરો માણસ, ઊંડા જળ જેમ ગંભીર હોય છે એ જ વ્યક્તિ જીવનમાં આગળ નિકળે છે જેમાં હિંમત ખરી, સાથે થોડી ધીર હોય છે હારીને જીતનારા બાજીગર બહુ ઓછા જોયા છે એવું નથી કે… Read More »

વેદના

સમયનો મદારી એવું કંઇક કરી જાય આ આતમની સળગતી વેદના ઠરી જાય યુગોથી રાખ્યો હ્રદયમાં દફન મૂક પ્રેમ નથી જીરવાતો હવે આંસુ બની ખરી જાય કબૂલ છે મને હરેક જુલ્મ, સિતમ પણ કલેજુ કપાય જ્યારે, સામુ જોઇ ફરી જાય પકડીને રાખી હોય બંધ મુઠ્ઠીમાં જિંદગી ચૂપચાપ દરીયાની રેત માફક સરી જાય. લખી દીધી મારી જિંદગી… Read More »